મોરબી : મોરબીના લીલાપર ગામે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાજેશભાઇ ઠાકરશીભાઇ આત્રેસા, રાજેશભાઇ વેરસીભાઇ આત્રેસા, સંજયભાઇ જગજીવનભાઇ પરેચા, ગોપાલભાઇ કાનાભાઇ વાધેલા અને ગૌતમભાઇ બાબુભાઇ સાગઠીયાને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,720 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.