મોરબી : માળીયા તાલુકાના ધરમનગર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 10,100 સાથે ઝડપી લઈ જુગારધારા એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના ધરમપુર (નવગામ) ખાતે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા નાનજીભાઇ કાનજીભાઇ ધામેચા, મહેશભાઇ લક્ષ્મણભાઇ ધામેચા, બળવંતભાઇ શામજીભાઇ ધામેચા, દીનેશભાઇ બાબુલાલભાઇ પરમાર અને જયદીપભાઇ હરજીવનભાઇ કુબાવત, રહે.ધરમનગર(નવાગામ) વાળાને રોકડા રૂપીયા 10,100 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીએસઆઇ બી.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દશરથસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.