મોરબી : મોરબીના ફડસર ગામે સરકારી ખરાબાની જગ્યામાં બુટલેગરે છુપાવેલ ૭૨ બોટલ વિદેશી દારૂ એલસીબીએ પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફડસર ગામે કાનાભાઇ શામળાભાઇ સોઢીયાએ લખુભાઇ ગેલાભાઇ નાટડાની વાડીની બાજુમાં આવેલ પડતર ખરાબાની જગ્યામાં વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે જગ્યાએ રેઇડ કરતા વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૭૨ કિ.રૂ. ૩૨,૪૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો. જે આરોપી કાનાભાઇ શામળાભાઇ સોઢીયા રહે.ફડસર તા.જી.મોરબીવાળા હાજર મળી આવેલ ન હોય જેના વિરૂધ્ધમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, તથા AHTUનો સ્ટાફ જોડાયેલ હતો.