માળિયા : માળિયાના નાના દહિસરા ગામેથી એક શખ્સને પોલીસે વિદેશી દારૂની ૮૬ બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે આ ગુનામાં સંકળાયેલ અન્ય એક શખ્સની પણ શોધખોળ ચલાવી છે. માળિયા પોલીસને બાતમી મળેલ કે, નાના દહિસરા ગામે રહેતો અનીલભાઇ અરજણભાઇ ચાવડા તથા ઇરફાન અલીભાઇ સુમરા પોતાના રહેણાંક મકાનની પાછળ વાડામા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતો હોય જેના આધારે પોલીસે રેડ કરી અનિલ અરજણભાઈ ચાવડાને મેકડોવેલ નં.૧ કુલ નંગ-૮૬ કી રૂ. ૩૨,૨૫૦/- સાથે પકડી પાડ્યો છે. જ્યારે ઇરફાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ યુ.રોહડીયા, પો.કોન્સ.સમરથસિંહ ઝાલા, વિપુલભાઇ ડાંગર તથા ભાવેશભાઇ ગરચર રોકાયેલ હતા.