હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે પોલીસે જાહેરમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડતા નાસ ભાગ મચી ગઇ હતી અને પાંચ જુગારીઓ પૈકી બે જુગારી નાસી જતા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 12,800 કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે સ્મશાન નજીક દરોડો પાડતા દીલીપભાઇ ખોડાભાઇ ડાભી, રણછોડભાઇ પરસોત્તમભાઇ હડીયલ અને રાજેશભાઇ ભીમજીભાઇ પારેજીયા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે આરોપી મનિષભાઇ ગોવિંદભાઇ કોળી અને ભુપતભાઇ ખોડાભાઇ ડાભી દરોડા દરમિયાન નાસી જતા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 12,800 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.