આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓએ શહીદોના જીવન તાદ્રશ્ય કર્યા મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લૂંટાવદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ શહીદોના જીવન અંગે વેશભૂષા યોજી કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમની શરૂઆત ભારતમાતાની આરતીથી કરવામાં આવી હતી. લૂંટાવદર પ્રાથમિક શાળા મોરબી ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.કાર્યક્રમની શરૂઆત ભારતમાતાની આરતી ઉતારીને કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર શહીદો તથા દેશ ઘડતરમાં પોતાનું સંપુર્ણ અર્પણ કરનાર મહાનુભાવોની વેશભૂષાની રજુ કરી દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.તેમજ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.