રાઘુરા પરિવારના સહયોગથી નિ:શુલ્ક કેમ્પ યોજાશે મોરબી : મોરબી જલારામ મંદિર આગામી ગુરુવારે રાઘુરા પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.અત્યાર સુધીના ૧૧ કેમ્પમાં કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધો તેમજ ૧૬૫૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે. આગામી કેમ્પનું લાભ લેવા રજિસ્ટ્રેશન કરવાની આવશ્યકતા નથી.ઓપરેશન માટે રાજકોટ લઈ જવા માટે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવારના સગયોગથી આગામી તા.૪ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે. દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨૧૮૪૧૫,નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૧ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૩૬૮૮ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૬૫૪ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.