એએસપી અતુલકુમાર બંસલે સ્થાનિક પોલીસ અને સરપંચની હાજરીમાં ગુનાખોરી અટકાવવા માટે મહત્વની સૂચના આપી ટંકારા : ટંકારા પોલીસ મથકે તાજેતરમાં એએસપી અતુલકુમાર બંસલે ટંકારા પીએસઆઇ બી. ડી. પરમાર અને બિટ જમાદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના અગ્રણી અને સરપંચો સાથે મિટિંગ બોલાવી દેશી દારૂનું દુષણ દૂર કરવા સ્થાનિક પોલીસ અને સરપંચને સંકલનથી કામ કરવાની તાકીદ કરી હતી. તેમજ માઈગ્રેડ મજુરની યાદી તથા ચોરીના બનાવો રોકવા માટે એક્શન પ્લાન ઘડવા વિશે વિશદ ચર્ચા કરી હતી. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બહારથી આવતા મજુરોની ઓળખ આપવામાં આવતી નથી તેના કારણે અનેક ગુના વણ ઉકેલ રહે છે અને આરોપીને મોકળુ મેદાન મળી જતુ હોય છે જેની સામે કડક હાથે કામ લઈ નિયત નમૂનામા પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું છે. સાથેસાથે દારૂના દુષણ ડામવા માટે તમામ સરપંચોને બિટ જમાદાર કે પીએસઆઈ સાથે સીધો સંપક કરી દારૂના ધંધાર્થીઓ સામે કડક હાથે કામ લેવાની સૂચના આપી હતી. હાલ રાત્રે વાહનોમાં લોક કરવા તેમજ તહેવારોમાં બહારગામ જતા પરિવારોને અગાઉથી પોલીસને જાણ કરવી જેથી ચોરીના બનાવ અટકી શકે.તેવું પણ એએસપીએ સૂચન કર્યું હતું.