મોરબી : આગામી તારીખ 6 ઓગસ્ટ ને શનિવારના રોજ સેન ભક્ત યુવક મિત્ર મંડળ મોરબી દ્વારા સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં વસતાં વાણંદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સેન ભક્ત યુવક મિત્ર મંડળ મોરબી દ્વારા તારીખ 6 ઓગસ્ટ ને શનિવારના રોજ બપોરે 3 કલાકે દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત બપોરે 3-15 કલાકે દિપ પ્રાગટ્ય સાથે થશે. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી જે વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લેવો હોય તેઓએ સ્થળ પર પ્રદિપભાઈ લાંઘણોજા પાસે નામ લખાવવાનું રહેશે.આ કાર્યક્રમમાં જ્ઞાતિ અગ્રણીઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.