મોરબીઃ પોલીસ દ્વારા હાલ મોરબી જિલ્લામાં વિવિધ શાળાઓમાં કાર્યક્રમ યોજીને વિદ્યાર્થીઓને E-FIR અંગેની સમજ પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સહયોગથી સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ- જેતપર ખાતે E-FIRની સમજ આપતો ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને E-FIR વિશેની તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DY.SP પઠાણ અને તાલુકા પોલીસ મથકના PI વિરલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી પઠાણ દ્વારા E-FIR અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં જેતપર, અણિયારી, જસમતગઢ, સાપર અને ગાળા ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક મનોજભાઈ જાદવે કર્યું હતું અને આભારવિધિ શાળાના આચાર્ય જાવીયાભાઈએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ તથા ASI ચૌહાણભાઈએ જહેમત ઉઠાવી હતી.