- text
મોરબી : છએક દિવસ પૂર્વે મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ અકસ્માતે દાઝી ગયેલા મોરબીન આધેડનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ઋષભનગર સોસાયટીમાં નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા શાંતીલાલ માવજીભાઇ ભલાણી ગત તા.24 જુલાઈના રોજ જુના ઘુટુ રોડ ઉપર આવેલી સિમ્પોલો સિરામિક ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે દાઝી જતા પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા બાદમાં વધુ સારવાર અર્થે સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
- text
બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
- text