મોરબી : સરસ્વતી શિશુ મંદિર મોરબી દ્વારા અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યમંત્રીના હસ્તે લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.તેમજ વિદ્યાર્થીઓ લેબનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. સરસ્વતી શિશુ મંદિર મોરબી દ્વારા અટલ ટિંકરિંગ લેબનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી માતાની વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાલયના વ્યવસ્થાપક દિપકભાઈ વડાલીયા દ્વારા અતિથિઓ અને કાર્યકર્તાઓનું સ્વાગત અને પરિચય કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમની પ્રસ્તાવના વિદ્યાલયના વ્યવસ્થાપક ડોક્ટર વિજયભાઈ ગઢીયાએ રજૂ કરી હતી.મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આ લેબનું ડિજિટલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજેશભાઈ મેરજાએ લેબના વાતાવરણ, પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિ, શિક્ષણ ક્ષેત્રે આવી રહેલી ક્રાંતિ, નવી શિક્ષણનીતિ વગેરે વિશે વાતો કરી હતી. ત્યારબાદ ડોક્ટર પાર્થભાઈ ભાવસારે લેબ વિશેની સંપૂર્ણ જાણકારી આપી હતી.જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણપરાએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જીવન પ્રસંગની વાત કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા આ લેબનો વધુમાં વધુ ઉપયોગ થાય તે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ અઘારાએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.