કુબેર ટોકીઝ નજીક અને નવલખી રોડ ઉપર સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝ નજીક અને નવલખી રોડ ઉપર જુગાર અંગે બે અલગ અલગ દરોડામાં નવ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ 25,850ની રોકડ રકમ જપ્ત કરી હતી. જુગાર અંગેના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે કુબેર સિનેમા પાસે વાંકાનેર તરફ જતા સર્વિસ રોડ ઉપર દરોડો પાડી વિનોદભાઇ લખમણભાઇ આદરોજીયા, રહે.વીસીપરા સરકારી વાડી પાસે ફુલીનગર નાકા પાસે, મોરબી, અશોકભાઇ મહાદેવભાઇ હળવદીયા, રહે.વીસીપરા ખાદીભંડાર સામે શક્તિ મેડીકલ પાછળ, મોરબી, સોમાભાઇ મહાદેવભાઇ હળવદીયા, રહે.વીસીપરા ફુલછાબ શંકરના મંદિર પાસે મોરબી અને જયંતીભાઇ રણછોડભાઇ દેત્રોજા રહે.કુબેર સિનેમા પાસે ઢાળ વિસ્તાર મોરબી મુળરહે. વેલનાથ સોસાયટી પેલી શેરીમાં ટી.બી. દવાખાના પાસે સુરેન્દ્રનગર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા દરોડામાં પોલીસે નવલખી રોડ ઉપર રણછોડનગરમાં સાઇબાબાના મંદીર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ, રહે. રણછોડનગર સાઇબાબાના મંદીર પાસે, કિશનભાઇ વીરાભાઇ મકવાણા, રહે.હાલ પ્રેમજીનગર (મકનસર), કરીમભાઇ ઇસ્માઇલભાઇ સાયચા, રહે. રણછોડનગર સાઇબાબાના મંદીર પાસે મોરબી, અલ્તાફભાઇ યુસુબભાઇ જેડા, રહે. માળીયા ગેબનશાપીરની દરગાહ પાસે અને જાવેદભાઇ ઇસ્માઇલભાઇ સાયચા, રહે. રહે. રણછોડનગર સાઇબાબાના મંદીર પાસે વાળાને રોકડા રૂપિયા 12,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.