મોરબી : મોરબીમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જુગારની બદી ફૂલીફાલી હોવાથી પોલીસ પણ શ્રાવણીયા જુગારની બદી દૂર કરવા કડક કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં મોરબી એલસીબીએ મોરબીના ગ્રીનચોકમાં આવેલ ઝવેરી શેરીના નાક પાસેના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની આધારે રહેણાંક મકાનમાં જુગાર રેઇડ કરી જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ. ૭૦,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન તથા સુચના મુજબ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી,એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન HC નિરવભાઇ મકવાણા તથા પો.કો. વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે ઝવેરી શેરીના નાકે ગ્રીનચોક, ખાતે રહેણાંક મકાને રેઇડ કરતા આરોપી કલ્પેશભાઇ વસંતભાઇ લોહાણા, નરેન્દ્ર ઉર્ફે નલો અમૃતલાલ સોની, પરેશ ઉર્ફે પ્રદિપભાઇ દયાળભાઇ સોની, ભરતભાઇ મૂળશંકર શુક્લ, દેવદિપગીરી ભરતગીરી ગૌસ્વામી, દિપકભાઇ ભગવાનભાઇ વાણંદ, ઉદયગીરી ભરતગીરી ગૌસ્વામી, ગોવિંદભાઇ ધીરજલાલ સોનીને રોકડા રૂ.૭૦,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.