ગણપતિ સ્થાપન કરવા ઈચ્છતા લોકોએ ૧૦ ઓગસ્ટ સુધીમમાં બુકિંગ કરાવી લેવું મોરબી : કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પર્યાવરણને નુકસાન ન પહોચે તે માટે માટીનાં ગણપતી એટલે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું વિતરણ કરવામાં આવશે. જે કોઈ પણ ધર્મપ્રેમી જનતાને પોતાના ઘરે ગણપતીની સ્થાપના કરવી હોય તે ૧૦ ઓગસ્ટ સુધીમાં ગણપતીની મૂર્તિની સાઈઝ એડવાન્સમાં બુકિંગ કરાવી લે એવી અપીલ કરવામાં આવી છે. માટીના ગણપતિની સાઈઝ ૮,૧૨,૧૬,૧૮,૨૦,૨૪ ઈંચની રહેશે. આ વિતરણ થકી જે પણ નફો થાય તે તમામ નફો કર્તવ્ય જીવદયા કેન્દ્રનાં સેવા કાર્યોમાં વાપરવામાં આવશે.વધુ માહિતી માટે મો.7574885747 સંપર્ક કરવો.આ નંબર પથી જ ગણપતીની મૂર્તિઓનાં સેમ્પલ ફોટો અને ભાવ મંગાવી શકશો.