મોરબી : મોરબીના આર.આર. ગ્રુપના સહયોગથી મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રામજીભાઈ રબારી દ્વારા આજરોજ રાહત ભાવે છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે મોરબી લીલાપર રોડના વિવિધ વિસ્તારોમાં રાહત ભાવે છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં પણ પછાત વિસ્તારમાં આ પ્રકારનું સેવા કાર્ય કરવામાં આવશે. જેમાં રૂપિયા 5માં 20 લીટર મિનરલ વોટર પાણીની બોટલ તેમજ રૂપિયા 10માં તાજી-ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.