ટંકારા : ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે પ્રભુભાઇ શિવાભાઇ જિવાણીની વાડીએ રહેતી રોશનાબેન નટુભાઇ ચૌહાણ ઉ.15 નામની સગીરાને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે ટંકારા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા આ મામલે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.