ટંકારા : ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીની ૧૮મી વાર્ષિક સાધારણ સભામાં ૨૫૦ જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી.તેમજ શૈક્ષિક મહાસંઘના નવા હોદ્દેદારોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીની ૧૮મી વાર્ષિક સાધારણ સભા કુમાર શાળા ટંકારા ખાતે યોજવામાં આવી હતી. જેમાં આશરે ૨૫૦ જેટલા શિક્ષકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.નિવૃત્ત થયેલા શિક્ષકો તથા ટંકારા તાલુકા પ્રાઠામિક શિક્ષક સંઘ તથા શૈક્ષિક મહાસંઘના નવા હોદ્દેદારોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. એજન્ડાનું વાચન સુરાણી દ્વારા કરવામાં આવ્યું હતું તથા મંડળીના પ્રમુખ હેમતભાઈ તરફથી મંડળીની વિકાસ ગાથાની વાત કરવામાં આવી હતી. આ સાધારણ સભાનુ સમગ્ર સંચાલન મંડળના ઉપપ્રમુખ વી.કે.મનીપરા દ્વારા કરવામાં આવ્યું હતું.