મોરબીમાં લમ્પી વાયરસથી પશુઓને બચાવવા યંગ ઇન્ડિયા ગ્રુપ આગળ આવ્યું

- text


તંત્ર બધી જગ્યાએ પહોંચી ન શકે એટલે સેવાભાવી સંસ્થા તરીકે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રસીકરણ ઝુંબેશ આદરી, અત્યાર સુધીમાં 1 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરાયું

મોરબી: મોરબી લમ્પી વાયરસે ભારે માથું ઊંચક્યું છે. રોજે રોજ પશુઓના મોતના આંકડા ચિંતાજનક હદે વધી રહ્યા છે. આ રોગથી પશુઓને બચાવવા જેમ બને તેમ વહેલું રસીકરણ કરવું, પણ આ માટે તંત્ર બધી જગ્યાએ પહોંચી ન શકે આથી સેવાભાવી સંસ્થા તરીકે યંગ ઇન્ડોયા ગ્રુપે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રસીકરણ ઝુંબેશ આદરી છે અને અત્યાર સુધીમાં 1 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરાયું છે અને હજુ વધુને વધુ રસીકરણ કરવા માટે પ્રયત્નશીલ છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ લમ્પી વાયરસના કહેરથી પશુઓને બચાવવા આગળ આવ્યું છે. જેમાં મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જ્યા ગૌવંશમાં લમ્પી વાયરસ નામનો ચેપી રોગ ફેલાયેલો છે તેવા વિસ્તારોમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના આશરે 100 જેટલા યુવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ટીમ બનાવી ગામમાં ફરતી આશરે ૨૦૦૦ જેટલી ગાયો તેમજ નંદીઓને રસી મૂકીને તેમજ દવા આપી ગૌવંશને આ અતિ પીડાદાયક રોગથી બચવાના પ્રયાસો કર્યા છે. આગામી દિવસોમાં પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબી જિલ્લા જરૂરી હોય તેવા દરેક વિસ્તાર જઈને ગૌવંશને આ રોગથી બચવવા રસીકરણની ઝુંબેશ ચાલવામાં આવશે. દરેક પશુ લમ્પી વાયરસથી બચે એ માટે બને તેટલું ઝડપી રસીકરણ કરવું એવા જ હાલ પ્રયાસ ચાલુ હોવાનું જણાવી દરેક લોકો અને સંસ્થાઓ પણ પોતાના નાગરિક ધર્મ બજાવીને આ સેવાના કાર્યમાં જોડાઈ તેવી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ હાકલ કરી છે.

- text

- text