ટંકારા : ટંકારા ગામના કોળીવાસ ચોકમાં જાહેરમાં તિનપતિનો જુગાર રમી રહેલા પોપટભાઇ બાઘાભાઇ ડાભી, પરેશભાઇ વસરામભાઇ દેગામાં અને પંકજભાઇ વેરશીભાઇ બાબરીયાને ટંકારા પોલીસ રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5200 કબ્જે કરી ત્રણેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.