- text
મોરબી : મોરબીમાં તસ્કરોનો સતત તરખાટ વચ્ચે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના જુના આમરણ ગામે ઘરફોડી થઈ હતી અને જુના આમરણ ગામે બંધ મકાનમાંથી રૂ.14500ની ચોરીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
મોરબીના જુના આમરણ ગામે ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને જુના આમરણ ગામે એક મકાનમાં ભાડુઆત તરીકે રહેતા રસુલભાઇ હુશેનભાઇ જામના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ આ મકાનનું તાળુ તોડી મકાનમા રાખેલ.રોકડા રૂ 14500ની ચોરી કરી ગયા હતા અને કબાટમાંથી માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ ચોરીના બનાવની જાણ થતાં તેઓ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા અને પોલીસે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
- text
- text