- text
મોરબી : મોરબીના લાતીપ્લોટમાં વરસાદ પછી બદતર હાલત છે. ત્યારે લાતી પ્લોટમાં ખાડા ખબડાને કારણે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને એકને માથામાં ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 7 માંથી આજે પસાર થઈ રહેલી રીક્ષા રોડની ખરાબ હાલતને કારણે પલ્ટી મારી ગઈ હતી. જેથી એક વ્યક્તિનું માથું ફૂટી ગયું હતું. આ ઘટનાને પગલે લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રોડની ખરાબ હાલતને કારણે અકસ્માત થતા હોય છતાં તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તંત્ર વહેલીતકે લાતીપ્લોટની હાલત સુધારે તેવી માંગ ઉઠાવી હતી.
- text
- text