હિન્દુ સંસ્કૃતિ મુજબ 'નંદી' ને અપાઇ સમાધિ મોરબી : હાલ પશુઓમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે.જેના કારણે પશુઓ મોતને ઘાટ ઉતરતા જાય છે.એ જ રીતે આમરણ ગૌશાળાના 'નંદી'ને પણ લમ્પી વાયરસ થતાં મોતને ભેટતા હિન્દુ સંસ્કૃતિ મુજબ 'નંદી' ને સમાધિ અપાઈ હતી. આમરણ ગૌશાળામાં લમ્પી વાયરસના કારણે હાલમાં ઘણા બધા અબોલ પશુના જીવ જઈ રહયા છે.તે દરમિયાન આમરણ ગૌશાળાનો મુખ્ય 'નંદી' નો પણ ભોગ લેવાયો છે. નંદીનું મૃત્યુ થતા હિન્દુ સંસ્કૃતિ મુજબ આમરણ ગૌશાળાના ગ્રુપ દ્વારા વિધિસર નંદીને સમાધિ આપવામાં આવી હતી.હાલમાં ગૌશાળામાં 300 અબોલ જીવો છે.તેમાં પણ અમુક પશુઓમાં હાલમાં આ વાયરસ જોવા મળેલ હોવાનું જાણવા મળે છે.