માળીયા પોલીસે દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી મોરબી : રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ દેશી - વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તડાપીટ બોલી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ પોલીસે દારૂના ધંધાર્થીઓ અને પીવા વાળાઓ ઉપર સતત કાર્યવાહી ચાલુ રાખી કુલ 21 ઈસમો સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં માળીયા પોલીસે બે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડાના આદેશ અન્વયે મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ પોલીસે દેશી, વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી 21 ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ માળીયા પોલીસે નવાગામ સ્મશાન પાછળથી નસરૂદીનભાઇ ઇશાકભાઇ જેડા અને મરીયમબેન કાસમભાઇ જેડાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.