મોરબી : ગૌમાતામાં આવેલી ઘાતક બીમારી લંપી વાયરસમાં જમીન સ્તર પર સેવા કરતા યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ અને બીમાર નાના-મોટા પશુ પક્ષીઓની સેવા કરતા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને મોરબી વોટર સપ્લાય અસોસિયેશન દ્વારા રૂપિયા 51,000 51000 નું અનુદાન આપવામાં આવ્યું છે. યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા શહેર તથા આજુબાજુના કોઈપણ વિસ્તારમાં રખડતી, રઝળતી ગાયો કે બીમાર, અશક્ત અથવા કોઈપણ જાતની ઈજાગ્રસ્ત ગૌમાતાની સેવા કરવામાં આવે છે. જો કોઈ ગૌપ્રેમીને આવી ગાયો જોવા મળે તો યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ (9825213114)નો સંપર્ક કરી શકે છે.