- text
મોરબીઃ મોરબીમાં ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી જ મેડિકલ શરૂ કરવા માટેના મંત્રી બ્રિજેશ મેરજાના પ્રયત્નોને સફળતા મળી રહી છે. બ્રિજેશ મેરજાની સતત સક્રિયતાના કારણે મોરબી મેડિકલ કોલેજ માટે જુદી જુદી મેડિકલ કોલેજો માંથી 40 તબીબી શિક્ષકોની નિમણૂક મોરબી મેડિકલ કોલેજ માટે કરવામાં આવી છે. અને તેમને તાકીદે મોરબી ચાર્જ લઈ લેવા સૂચનાઓ આપવામાં આવી છે.
- text
જીએમઈઆરએસ હસ્તકની જુદી જુદી મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવતા 40 તબીબી શિક્ષકોની બદલી કરીને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે. આ તમામ 40 તબીબી શિક્ષકો મોરબી મેડિકલ કોલેજ ખાતે પોતાનો ચાર્જ સંભાળશે. મહત્વનું છે કે, મોરબીમાં ઝડપથી મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સતત પ્રયત્નશીલ છે. મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવાથી જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ મેડિકલનો અભ્યાસ કરવા નહીં જવું પડે. ઘર આંગણે જ તેઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે.
- text