મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો : 400થી વધુ લોકો આપમાં જોડાયા

- text


મોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ સમયે આશરે ૮૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહેલ હતા.જેમાં ૪૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆમાં યુવા નેતા પંકજ રાણસરિયા દ્વારા સ્વાગત પ્રવચન સાથે ભાજપ અને કૉંગ્રેસની પ્રજાનીતિ વિશે માહિતી આપી, સ્ટેટ ટ્રેડના ઉપપ્રમુખ ગિરીશ પેથાપરા દ્વારા લોકોને જનજાગૃતિ કરવા પહેલ કરેલ, ત્યારબાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટાચારમાં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી. અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ જનસંવાદમાં જિલ્લાના તમામ હોદેદારો અને તમામ સેલના હોદેદારો સાથે વિધાનસભા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text