મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 83 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 693 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 8, મોરબી શહેરમાં 4, વાંકાનેર શહેરમાં 1, ટંકારા ગ્રામ્યમાં 1 મળી કુલ 14 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 5 અને ટંકારાના 3 મળી કુલ 8 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 83 થયા છે.