સમગ્ર સપ્તાહ દરમિયાન સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે બજાર (Indian Stock Market) માં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી મુંબઈ : ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે આ સપ્તાહ ઘણું સારું રહ્યું છે. સમગ્ર સપ્તાહ દરમિયાન સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે બજાર (Indian Stock Market) માં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રોકાણકારોની ખરીદીના કારણે બજાર જોરદાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 57,000 (Sensex 57,000) અને નિફ્ટી 17,000 (Nifty 17,000) ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Indian Stock Market) નો સેન્સેક્સ 712 પોઈન્ટના વધારા સાથે 57,570 પર અને નિફ્ટી 228 પોઈન્ટના ઉછાળા સાથે 17,158 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બજાર (Indian Stock Market) ની સ્થિતિ શેરબજાર (Indian Stock Market) માં આજે તમામ ક્ષેત્રો લીલા નિશાનમાં ક્લોજ થયો છે. આઇટી, ફાર્મા, એનર્જી, બેન્કિંગ, મેટલ્સ, ઓટો, બેન્કિંગ, એફએમસીજી, રિયલ એસ્ટેટ જેવા તમામ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેર લીલા નિશાનમાં જ્યારે 7 શેર લાલ નિશાનમાં ક્લોઝ થયા હતા. સેન્સેક્સના 30માંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 શેર લાલ નિશાન પર ક્લોઝ થયા હતા. લીલા નિશાનવાળા શેર બજાર (Indian Stock Market) ના લીલા નિશાનવાળા શેરો પર નજર કરીએ તો ટાટા સ્ટીલ 7.42 ટકા, સન ફાર્મા 5.62 ટકા, એચડીએફસી 2.47 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.38 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.24 ટકા, રિલાયન્સ 1.99 ટકા, વિપ્રો 1.92 ટકા, બજાજ ફાઇનાન્સ, 1.8 ટકા ઇન્ફો. .75 ટકાની તેજી સાથે બંધ રહ્યા હતા. લાલ નિશાનવાળા શેર જો આપણે લાલ નિશાનવાળા શેરો પર નજર કરીએ તો, ડો. રેડ્ડીઝ 3.98 ટકા, કોટક મહિન્દ્રા 0.99 ટકા, SBI 0.77 ટકા, ડિવિઝ લેબ 0.47 ટકા, એક્સિસ બેન્ક 0.16 ટકા, આઈટીસી 0.13 ટકા, પાવર ગ્રીડ 0.12 ટકા અને અદાણી 10 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.