હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે ચુપણી ગામની સીમમા દરોડો પાડી એક શખ્સને 800 લીટર દેશીદારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામની સીમમાં દેશીદારૂના જથ્થા સાથે હળવદ પોલીસે ધીરુભાઈ કેશુભાઈ વાજેલીયા નામના શખ્સને ઝડપી લઈ તેના કબ્જામાંથી રૂપિયા 16 હજારની કિંમતનો 800 લીટર દેશીદારૂ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.