બે વર્ષમાં 47601માંથી 24761 લોકોએ ઇ ચલણ ન ભરતા તંત્ર કાળઝાળ મોરબી : મોરબીમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે ઓનલાઈન એટલે કે ઇ ચલણ મોકલવા છતાં મોટાભાગના લોકોએ ઇ ચલણ ન ભરતા મોરબી જિલ્લા પોલીસ કાળઝાળ થઈ છે. મોરબી જિલ્લા પોલીસે ટ્રાફિક નિયમનના ભંગ બદલ આપેલા ઇ ચલણ નહિ ભરનારને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જે ઇ ચલણ ભરવામાં બાકી છે તે તમામ લોકો ટુક સમયમાં ઇ ચલણ નહિ ભરે તો તેના વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરાશે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે વર્ષ પહેલાં શહેરભરમાં સીસીટીવી કેમેરા નખાયા બાદ સીસીટીવી મારફત વાહન ચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઇ મેમો એટલે ઇ ચલણ ઓનલાઈન દંડ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ બે વર્ષમાં પોલીસે સીસીટીવી કેમેરા મારફત 47601 લોકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઇ મેમો ફટકરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 22840 લોકોએ ઇ ચલણ રૂપે રૂ. 1,0657600 ભરપાઈ કરી દીધા છે. જ્યારે 24761 લોકોએ રૂ.13277700 જેટલા ઇ ચલણ ભર્યા નથી. કુલ કુલ રૂ.23935300 માંથી 13277700 જેટલી રકમ ઇ ચલણની બાકી હોવાથી પોલીસે આ લોકોને સમયસર ઇ ચલણ ન ભરે તો કોર્ટ કાર્યવાહીની તાકીદ કરી છે. જો આપનો ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લા સેવાસદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી ર સમય. સવારના ૬.૦૯/૦૦ થી સાંજના ૬.૦૮/૦૦ વાગ્યા સુધી અને શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે,છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમા, શનાળા રોડ, મોરબી-૧ સમય- સવારના ૬:૧૦/૦૦ થી સાંજના ક.૦૭/૦૦ વાગ્યા સુધી મેમો ભરી શકાશે. ઓનલાઇન ઇ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી IASનામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echa angnment Gujaratgov.in લીંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શક્યો. ઇ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ http://ccc-morillaintain પર સંપર્ક કરવા પોલીસ તંત્ર દ્વારા જણાવ્યું છે.