મોરબી : મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયા દ્વારા એલ.ઇ. એન્જીનીયરીંગ કોલેજ કેમ્પસ ખાતે ઇ-એફ.આઇ.આર સીટીઝન પોર્ટલ વિશે માહિતી અંગેના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જે કાર્યક્રમમાં એલ.ઇ. કોલેજના પ્રિન્સીપાલ ડો.ભાવિક સુથાર તથા કોલેજ એચ.ઓ.ડી, સેક્શન અધિકારીઓ, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, વકીલો તથા શિક્ષકો, વિદ્યાર્થીઓ, સામાજીક કાર્યકરો, શહેરીજનો સહિત 150 લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.