દિનદહાડે રૂપિયા 7.24 લાખની લૂંટ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી, તપાસનો ધમધમાટ મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર બહાદુરગઢ નજીક મની ટ્રાન્સફરનું કામ કરતી પેઢીના કર્મચારીને ધોળે દહાડે લૂંટી લેવાતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે ઉપર રાપી પે નામે મની ટ્રાન્સફર પેઢીના કર્મચારીને અજાણ્યા લૂંટારૂઓએ લૂંટી લેતા ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. વધુમાં રાપી પે મની ટ્રાન્સફર પેઢીના શૈલેષભાઇ વડસોલા નામના કર્મચારી રોકડ લઈને જતા હતા ત્યારે લૂંટારૂઓએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયા 7,24,500 લૂંટાયા હોવાનું જાણવા મળ્યું છે.