મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર વીસ નાલા નજીક પગપાળા જઈ રહેલા પરપ્રાંતિય યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત. તા.22ના રોજ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક વીસ નાલા પાસે પગપાળા જઈ રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની યુવાન રાજકુમાર ગજરાજસિંહ લોધીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત રાજકુમાર ગજરાજસિંહ લોધીને સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે તેમના કૌટુંબિક ભાઈ રામમિલન ત્રિલોકસિંહ લોધી, રહે.હાલ-લોરેન્જો સીરામીક કારખાનાની ઓરડીમાં લાલપર ગામ પાસે તા.જી.મોરબી મુળ ગામ-કરૈાંદા તા.મહેરોની પોસ્ટ-નૈનવારા જી.લલીતપુર (ઉતરપ્રદેશ) ની ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.