માધાપરવાડી શાળામાં IDBI બેંકના અધિકારીઓએ આવી એકાઉન્ટ ખોલી આપ્યા. મોરબી : બાળકોમાં નાનપણથી બચતના ગુણ કેળવાય અને સરકારી યોજનાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી આજે માધાપરવાડી શાળા ખાતે આઇડીબીઆઈ બેંકમાં સહયોગથી શાળામાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓના બચત ખાતા ખોલી આપવામાં આવ્યા હતા. મોરબીની માધાપરવાડી કન્યા શાળા કંઈકને કંઈક નવું નવું કરવા માટે જાણીતી છે,ત્યારે હાલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ડાયરેક્ટ ટ્રાન્સફર ટુ બેની ફિસિયર ડિબિટી મારફત દર વર્ષે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં થતી હોય,દરેક વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ હોવા ખૂબ જરૂરી હોય,ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થયેલ હોય એ વિદ્યાર્થીઓના તેમજ ખાનગી શાળામાંથી માધાપરવાડી શાળામાં દાખલ થયેલ અને જે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ખોલવાના બાકી હોય એ ફૂલ 60 સાંઈઠ બેંક ખોલવા માટે મોરબીની આઈ.ડી.બી.આઈ.બેંકના અધિકારીઓએ શાળામાં આવી ફોર્મ ભરી,ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરી બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા કરી હતી. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને બેંકમાં ધક્કા ખાવા ન પડે,કોઈ મુશ્કેલીઓ ન પડે એવી વ્યવસ્થા કરવા બદલ તમામ વાલીઓ અને શાળા પરિવાર દ્વારા આઈ.ડી.બી.આઈ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.