મોરબી : મોરબી શહેર અને સામાકાંઠા વિસ્તારને જોડતી એકમાત્ર મુખ્ય કડી સમાન નટરાજ ફાટકે આજે ટ્રેન પસાર થવાની હોવાથી ફાટક બંધ કરવામાં આવી હતી.પણ ટ્રેન પસાર થઈ ગયા બાદ એકતરફની ફાટક જ ન ખુલતા લગભગ 15 મિનિટ સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિકજામ સર્જાયો હતો. નટરાજ ફાટકે ખોટકો સર્જાતા બન્ને પુલ અને નટરાજ ફાટક નીચેનો માર્ગ, બેઠોપુલ થઈ મણીમંદિર સુધીનો રોડ વાહનોથી એટલો પેક થઈ ગયો કે એકપણ વાહન ન નીકળી શકે તે હદે ટ્રાફિકજામ થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોડેથી ફાટક ખુલતા ધીરેધીરે ટ્રાફિકમાં રાહત થઈ હતી.