કારણ અકબંધ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીના પાડાપૂલ ઉપરથી પડતું મૂકીને 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીમાં પાડાપુલ ઉપરથી આજે 18 વર્ષની યુવતીએ મોતની છલાંગ લગાવી છે. આ યુવતીનું નામ રિયા ટેકચંદાણી હોવાનું માલુમ પડ્યું છે. તે વાવડી રોડ ઉપર ગાયત્રીનગર રહેતી હોવાની પ્રાથમિક વિગતો જાહેર થઈ છે. આ યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ બહાર આવ્યું નથી. હાલ બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જે.જે. ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.