સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી મગની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.27 જુલાઈના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી મગની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 150 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.417 અને ઊંચો ભાવ રૂ.523, તલની 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2236 અને ઊંચો ભાવ રૂ.2418,જીરુંની 65 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2640 અને ઊંચો ભાવ રૂ.4402,મગફળી (ઝીણી)ની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1196 અને ઊંચો ભાવ રૂ.1272,તુવેરની 16 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1225 અને ઊંચો ભાવ રૂ.1300,જુવારની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.471 અને ઊંચો ભાવ રૂ.731,મગની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1270 અને ઊંચો ભાવ રૂ. 1270, સીંગદાણાની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1260 અને ઊંચો ભાવ રૂ.1929 રહ્યો હતો. વધુમાં, ચણાની 64 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.735 અને ઊંચો ભાવ રૂ.875, એરંડાની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1412 અને ઊંચો ભાવ રૂ.1434,ગુવાર બીની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.986 રહ્યો હતો.