મોરબી: હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. ત્યારે લમ્પી વાયરસના કારણે દુધાળા અને અન્ય પશુઓ મૃત્યુ પામ્યા છે જે સંબંધે સરકારે ખાસ પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાતમાં પશુધનમાં લમ્પી વાયરસનો રોગ મોટા પ્રમાણમાં ફેલાયો છે. આ પશુઓના મૃત્યુ થવાથી અનેક પશુપાલક પરિવારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવા સંજોગોમાં આ રોગ સામે રક્ષણ આપવા માટે જરૂરી સારવાર આપી તથા જે પશુપાલકના પશુઓ આ રોગથી મૃત્યુ પામ્યા હોય તેવા પશુપાલકોને સત્વરે વળતર મળે તેવો નિર્ણય સરકારે લેવો જોઈએ.