મોરબી : મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 14,020 સાથે ઝડપી લીધા હતા. મોરબીના લાલપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી બળદેવભાઇ અરજણભાઇ પોરડીયા, મનોજભાઇ દેવજીભાઇ વિડજા, જયપ્રકાશ રામદુલાર પટેલ, સંતોષ સુરેશસિંહ યાદવ અને મોહન રામસીંગ વાસકલને સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,020 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.