મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સિરામીક ફેકટરીમાં કામ કરતા પુરણ અલુભાઇ આહીવાર ઉ.46નું ફેકટરીમાં કામ કરતી વેળાએ અકસ્માતે દાઝી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.