મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશનની “SHE TEAM” એ બાળકી જિંદગી રોળાતા બચાવી મોરબી : મોરબી એ ડિવિજનની સી ટીમને મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે રાત્રીના સમયે એક નાની છોકરી એકલી મળી આવતા પૂછપરછના અંતે આ બાળકી મોરબીના બેલા (રંગપર) ગામ પાસે આવેલ કારખાનામાં રહેતી હોવાનું અને પિતાના ઠપકાથી ઘરેથી નીકળી ગઈ હોવાનું માલુમ પડતા પોલીસે તેના માતાપિતાની શોધખોળ કરી બાળકીનું ફરી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પો.ઇન્સ.એમ.પી.પંડયાની સુચના મુજબ SHE TEAM પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે રાત્રીના સમયે એક નાની છોકરી એકલી મળી આવતા તેને પો.સ્ટે.લાવી પુછપરછ કરતા તેનું નામ સુનીબેન ઝાંઝભાઇ મોહનીયા ઉવ-આશરે ૧૨ વર્ષ રહે હાલ બેલા (રંગપર) ગામ પાસે આવેલ સેલ્ફી સેનેટ્રી કારખાનામાં તા.જી.મોરબી મુળ-ખજુર ખો,દુધી ખજુર ખો ગામ તા.દુધી ઉમરકોટ જી.જાંબુઆ (મધ્ય પ્રદેશ) વાળી હોવાનું જણાવેલ અને તેની પુછપરછ કરતા પોતે આશરે ચારેક દિવસ પહેલા પોતાના પિતાએ ઠપકો આપતા પોતાને લાગી આવતા કો ને કહ્યા વગર ઘરેથી જતી રહેલ તેમ જણાવતી હોય તો તેના માતા-પિતાની તપાસ કરતા તેના માતા પિતા મોરબી બેલા (રંગપર) ગામ પાસે આવેલ સેનેટ્રી કારખાનામાં મજુરી કામ કરતા હોવાનું જણાવતા કારખાનાના માલીક ગૌત્તમભાઇ કેશવજીભાઇ કાલરીયા રહે.મોરબી વાળાનો સંપર્ક કરી તપાસ કરતા તેના કારખાનામાં કામ કરતા ઝાંઝુભાઇ તોલસિંગ મોહનીયા જાતે-આદિવાસી ઉવ-૩ર રહે. રહે.હાલ બેલા (રંગપર) ગામ પાસે આવેલ સેલ્ફી સેનેટ્રી કારખાનામાં તા.જી.મોરબી મુળ-ખજુર ખો,દુધી ખજુર ખો ગામ તા.દુધી ઉમરકોટ જી.જાંબુઆ (મધ્ય પ્રદેશ) જણાવતા તેઓને મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે.ખાતે બોલવી છોકરીને તેના પિતાને સોપી આપેલ છે.