મોરબી : મોરબીના વાવડી રોડ ઉપરની સોસાયટીમાંથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ કબીર આશ્રમથી આગળ મારૂતિનગર સોસાયટી શેરીનં.૧માં રહેતા રાકેશભાઇ દામજીભાઇ ખાણધર (ઉ.વ.૨૭)એ ગત તા.૨૭/૬/૨૦૨૨ ના રોજ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-36AD-3925 વાળુ પોતાના ઘર પાસે રાખ્યું હતું. આ બાઈક રાત્રી દરમિયાન કોઈ આજણ્યો ચોર ઉઠાવી ગયો હતો. આ બનાવ અંગે તેઓએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.