હળવદ : હળવદમાં પાસે પાર્ક કરેલી બોલેરો ગાડીની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાણેકપર રોડ ઉપર મહર્ષી સ્કુલ પાસે આવેલ સીધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા જમનભાઇ ઉમેશભાઇ યાદવ (ઉવ ૩૦)એ ગત તા.૧૫/૭ના રોજ બોલેરો ગાડી નં જીજે-૦૨-વીવી-૯૪૦૭ કિ.રૂ.૩,૫૦,૦૦૦ને પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. રાત્રી દરમિયાન કોઈ આજાણ્યો શખ્સ આ બોલેરો ગાડીની ચોરી કરી ગયો હતો. જો કે, જમનભાઇ ઉમેશભાઇ યાદવ પોતાની મેળે બોલેરો ગાડી શોધી રહ્યા હતા પણ આજદિન સુધી ન મળતા અંતે તેઓએ ગઈકાલે પોતાની બોલેરો કારની ચોરીની હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.