મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીનીનો ડંકો : 80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ, 70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ મોરબી : મોરબીના જનતા ક્લાસિસની વિદ્યાર્થીની મૈત્રી વિપુલભાઈ ટોલિયાએ ધો-૧૨ C.B.S.C. (કોમર્સ)ની પરીક્ષામાં ૯૫% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ. મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ (૪૭ વર્ષના અનુભવી) તથા નિર્મિતભાઈ કક્કડ (૧૫ વર્ષ ના અનુભવી) દ્વારા સંચાલીત જનતા ક્લાસીસના ધોરણ -૧૨th C.B.S.E. (કોમર્સ)ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામોની પરંપરાને જીવંત રાખી છે. પ્રવર્તમાન વર્ષ થી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષને બે વિભાગમા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત ટર્મ-૧ અને ટર્મ-૨ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવામા આવી હતી.ત્યારે તાજેતરમાં ધોરણ - ૧૨ કોમર્સનુ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસના કુલ ૭ વિદ્યાર્થીઓએ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે.આ તમામ વિદ્યાર્થીઓને ક્લાસિસ સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા. મોરબી જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓમાં મૈત્રી વિપુલભાઈ ટોલીયા ૯૫%, જીત હર્ષદભાઈ વાસજારીયા ૮૯.૦૨%, ધ્વનિત આકાશભાઈ દેસાઈ ૮૭%, યશ ભરતભાઈ હદવાણી ૮૫.૪૦%, નૈમિષ નયનભાઈ ભોરણીયા ૮૦.૬૦%, પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા ૮૦%, રાજ હીરેનભાઈ ગાંધી ૮૦% સાથે ઉતિર્ણ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ (commerce) C.B.S.E. & G.S.E.B. ,B.com.,B.B.A., M.com. સહીતના અભ્યાસક્રમોના બધા જ વિષયોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે.વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસની સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.