માણસની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવનાર વાહન ચાલકો વિરૂદ્ધ અભિયાન ચલાવતી મોરબી તાલુકા પોલીસ મોરબી : મોરબી નજીક હાઇવે પર બેફામ રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે વાહનો ચાલતા હોવાની અને વારંવાર ગંભીર અકસ્માતો થતા હોવાથી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લામાં આવેલ નેશનલ હાઇવે રોડ તેમજ મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ અકસ્માત ઝોન વિસ્તાર કે જયાં અકસ્માતના વધુ પ્રમાણમાં બનાવો બનતા હોય તેવા વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સઘન વાહન ચેકીંગ કરી મોરબી જીલ્લામાં બનતા અકસ્માતના બનાવો અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સુચના આપતા મોરબી તાલુકા પોલીસે આજે જોખમી રીતે વાહન ચલાવતા કુલ 52 વાહનો સામે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.જી.જેઠવા તથા વી.બી.પીઠીયા તથા આઇ.એમ.અજમેરી સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ (૧) બંધુનગર ચામુંડા હોટલ સામે (૨) રફાળેશ્વર ખોડીયાર માતાજીના મંદિર પાસે (૩) રફાળેશ્વર બોસ સિરામીક સામે (૪) લાલપર સંતકૃપા હોટલ પાસે (૫) ટીંબડી પાટીયા (૬) પીપળી ગામથી ટીંબડી પાટીયા જવાના વળાંક ઉપર એમ ફૂલ-૦૬ પોઇન્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી રોંગ સાઇડમાં માણસોની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને બેફીકરાઇથી વાહન ચાલાવનારા કૂલ-૩૯ વાહન ચાલકો વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯ હેઠળ ગુન્હા રજી. કરી તથા ફૂલ-૧૩ વાહનો ચાલકો વિરૂદ્ધ એમ.વી.એકટ કલમ-૨૦૭ મુજબનો આર.ટી.ઓ. મારફતે દંડ વસુલવાની કાર્યવાહી કરી હતી. મોરબી પોલીસ દ્વારા આજે ચલાવેલી આ ઝુંબેશ દૈનિકના ધોરણે ચલાવાય તે ખૂબ જ જરૂરી છે.