મોરબી: નીલકંઠ સ્કૂલ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા આગામી તારીખ 29મી જુલાઈને શુક્રવારના રોજ સવારે 9:00 થી 12:00 તેમજ સાંજે 3:00 થી 5:00 કલાક દરમિયાન નીલકંઠ સ્કૂલ ખાતે બાળકો તેમજ સગર્ભા બહેનોને નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવશે. સુવર્ણ પ્રાશનના અનેક ફાયદાઓ છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો, પાચનતંત્રમાં સુધારો, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ, યાદશક્તિમાં વધારો થાય છે.