મોરબી: 28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પુનઃ શરૂ કરાઇ છે. રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવ્યું છે કે, 28 ઓગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પુનઃ સ્થાપિત કરાઇ છે. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ જેને 23મી જુલાઈથી 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી, આ બંને ટ્રેનો હવે તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. ઉપરોક્ત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ન થાય.