મોરબી : મોરબીના માધાપરમાં આવેલ મકાન જર્જરિત હોય કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે પાડી નાખવા કલેક્ટરને રજુઆત કરી છે. આ અંગે દુકાનદાર ચંદ્રકાંત જેઠાલાલ વાઘેલાએ રજુઆતમાં જણાવ્યું કે તેઓને મોરબીના માધાપરના ઝાપલા પાસે ભાડાવાળી દુકાન આવેલ છે. જેની ઉપરની મંજિલનું મકાન જર્જરિત હોય, પડી જાય તેમ છે. અચાનક અકસ્માત સર્જાઈ તેમ હોય, આ મકાન પડી જાય અને કોઈને જાનહાની થાય તે પહેલાં પાડી નાખવા નગરપાલિકાને વારંવાર રજુઆત કરી છે. છતાં કોઈ દરકાર લેવાતી નથી. મકાન જર્જરિત હાલતમાં હોવાથી જાહેર રોડ ઉપર પડી જાય અને કોઈ નુકસાન થાય તે પહેલા મકાન પાડી નાખવા નગરપાલિકાને આદેશ કરવાની માંગ છે.