મોરબી : મોરબીના વેજપેર વિસ્તારમાં સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદે દબાણોના કારણે ગંદકી ફેલાવાની સાથે આ વિસ્તારમાં રહીશોનો માર્ગ પણ બંધ થઈ જતા સ્થાનિકો મુશ્કેલી મુકાઈ ગયા છે. જો કે હાલ વરસાદી વાતાવરણને કારણે પાણી ભરાવવા અને ગારા કિચડથી પરિસ્થિતિ એકદમ બદતર થઈ ગઈ છે. બેસુમાર ગંદકીને કારણે રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે. વજેપર વિસ્તારની શેરી નંબર-23માં રહેતા લોકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, તેમના વજેપર શેરી નં 23માં આવેલ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી વંડો કરી વાડો બનાવેલ છે. તેમજ આ વિસ્તારમાં ગંદકીનું પણ સામ્રાજ્ય ફેલાયું છે. આ પ્લોટની બાજુમાં આંગણવાડી કેન્દ્ર આવેલ છે. જે આ ગદ્દકીના લીધે બાળકો બિમાર પડે તેના લીધે અન્ય સ્થળે લઈ જવાની ફરજ પડેલ છે. વજેપર– 23 માંથી શેરી નં-22માં જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. તેથી આ ગેરકાયદે દબાણ અને ગંદકી દૂર કરવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.